તરકવાડા એકસચેન્જ ખોટકાતાં બીએસએનએલ ગ્રાહકો પરેશાન

Himmatnagar News - તરકવાડા એકસચેન્જ ખોટકાતાં બીએસએનએલ ગ્રાહકો પરેશાન મેઘરજ& મેઘરજ તાલુકાનું તરકવાડાનું એકસચેન્જ ખોટકાતાં ઈસરી,...

ન્યૂઝ ઇનબોકસ

Jun 07, 2012, 01:20 AM IST
તરકવાડા એકસચેન્જ ખોટકાતાં બીએસએનએલ ગ્રાહકો પરેશાન
તરકવાડા એકસચેન્જ ખોટકાતાં બીએસએનએલ ગ્રાહકો પરેશાન
મેઘરજ& મેઘરજ તાલુકાનું તરકવાડાનું એકસચેન્જ ખોટકાતાં ઈસરી, રેલ્લાવાડા, ખાખરીયા સહિતના ગામોમાં ૭૦૦થી વધુ ટેલફિોન ત્રણ દિવસથી મૂગા બની ગયા છે. ઈસરી પોલીસ મથક, આ વિસ્તારની હાઈસ્કૂલો તેમજ સહકારી મંડળીઓ, દૂધ મંડળીઓમાં ટેલફિોન બંધ થઈ જતાં મુશ્કેલી ઉભી થઈ ગઈ છે.આ અંગે જિલ્લા પંચાયત સદસ્ય બળવંતસિંહ રાઠોડ, તેજપાલસિંહ તેમજ છગનભાઇ પંચાલ સહિતના અગ્રણીઓએ એકસચેન્જમાં વ્યવસ્થીતપણે દુરસ્તીકરણ કરવા માટે વારંવાર રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી હાથ ધરાતી નથી. ટેલફિોન વિભાગના કર્મચારી એ.એલ.ખરાડીનો આ અંગે સંપર્ક સાધતાં જણાવ્યું હતું કે, ઓપ્ટિકલ કેબલને નુકશાન થતાં ફોન બંધ થયા છે. જેનું સમારકામ ચાલુ હોવાથી ઝડપથી આ સેવા પૂર્વવત કરી દેવાશે.

મોડાસામાં ભાજપા યુવા મોરચાની ડે-નાઈટ ક્રિકેટ ટૂનૉમેન્ટનું સમાપન
મોડાસા &મોડાસા વિધાનસભા વિસ્તારની ૧૭૦ ટીમોએ ડે-નાઇટ ક્રિકેટ ટૂનૉમેન્ટમાં ભાગ લીધો હતો. આ ટૂનૉમેન્ટની ફાઇનલ મેચ રવિવારે સ્વર્ણિમ બંગ્લોઝના ગ્રાઉન્ડ ઉપર રાખવામાં આવી હતી. જેમાં વડાગામ ઇલેવન અને મિલન ડેકોરેશન મોડાસાની ટીમ ટકરાઇ હતી. જેમાં વડાગામ ઇલેવને શાનદાર બેટિંગ કરી ૧૩૬ રનનો સ્કોર કરી ભવ્ય વજિય હાંસલ કર્યો હતો. વજિેતા ટીમને ગૃહરાજ્યમંત્રી પ્રફુલભાઇ પટેલે ટ્રોફી અર્પણ કરી હતી. તેમજ અન્ય ઈનામો અપાયા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હેમલત્તાબેન પટેલ, ધારાસભ્ય દિલપિસિંહ પરમાર, મોડાસા નગરપાલિકા પ્રમુખ, શૈલેષભાઇ ભોઇ, ગુજરાત પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રદપિસિંહ વાઘેલા હાજર રહ્યા હતા. આ સમગ્ર ટૂનૉમેન્ટનું આયોજન જિલ્લા ભાજપ યુવા પ્રમુખ રાજુભાઇ પટેલ, ઉપપ્રમુખ પરેશભાઇ પટેલ સહિત યુવાન કાર્યકરોએ કયું હતું. તસ્વીર : રાકેશ પટેલ

મુનાઇ થી ઘાંટી, કશિનગઢ રોડ માટે રૂ.૭૮ લાખ ખર્ચાશે
ભિલોડા& ભિલોડા તાલુકાના મુનાઇ થી ઘાંટી, કશિનગઢ ગામના માટે ઓરીજીનલ વર્ક ઓફ રોડ યોજના અંતર્ગત તાજેતરમાં રૂ.૭૮ લાખની ગ્રાન્ટની ફાળવણી કરી બંને રોડનું કામકાજ હાથ ધરાતાં ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી છે. મુનાઇ થી પોશીના ઘાંટીનો માર્ગ બિસમાર હોઇ તેના માટે રૂ.પ૦ લાખના ખર્ચે ૧૬૦૦ મીટરનો રોડ બનાવવા માટે ઓરીજીનલ વર્ક ઓફ રોડ યોજના અંતર્ગત મંજુર કરાયો હતો. જે માર્ગનું કામકાજ તાજેતરમાં હાથ ધરાયું છે. તેજ પ્રમાણે કશિનગઢથી નવચેતન હાઇસ્કૂલ ના માર્ગ માટે પણ રૂ.ર૮ લાખના ખર્ચે રોડ માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવતા વિદ્યાર્થી આલમમાં આનંદની લાગણી પ્રસરી છે. આ અંગે માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર ગેહલોતે જણાવ્યું હતું કે બંને ગામોના રોડ માટેનું કામકાજ ચાલુ કરાયું છે. જે ચોમાસા પહેલાં પૂર્ણ કરાશે.

હિઁમતનગર અને પ્રાંતજિમાં મોડી રાત્રે વરસાદ
ભાસ્કરન્યૂઝ. હિઁમતનગર
અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા હિઁમતનગર અને પ્રાંતજિમાં બુધવારે મોડી રાત્રે જોરદાર પવન સાથે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આ લખાય છે ત્યારે રાત્રે ૯-૩૦ વાગ્યે પણ પવન સાથે વરસાદ ચાલુ રહ્યો હતો.જોકે કડી પંથકમાં બુધવારે સાંજે વાવાઝોડા સાથે એક ઇંચ જેટલો વરસાદ ખાબકતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
X
તરકવાડા એકસચેન્જ ખોટકાતાં બીએસએનએલ ગ્રાહકો પરેશાન
COMMENT

आज का राशिफल

पाएं अपना तीनों तरह का राशिफल, रोजाना