पाएं अपने शहर की ताज़ा ख़बरें और फ्री ई-पेपर

डाउनलोड करें
  • Hindi News
  • According To Betting Markets AAP May Form Government In Delhi

VIDEO: સટ્ટા બજારમાં કેવી રીતે નક્કી થાય છે નેતાઓના દર અને કેવી રીતે લાગે છે સટ્ટો

6 वर्ष पहले
  • कॉपी लिंक
નવી દિલ્હી. દિલ્હી ચૂંટણીમાં તમામ એક્ઝિટ પોલ્સના પરિણામો આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા તરફ ઈશારા કરી રહ્યા છે. આ ચૂંટણીમાં સટ્ટા બજાર પણ એક્ઝિટ પોલ્સના આંકડાઓને મહત્વ આપી રહ્યા છે. સટ્ટા બજારે પણ અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં દિલ્હીમાં સરકાર બનવાનું અનુમાન લગાવ્યું છે. પરંતુ સટ્ટા બજારમાં કેવા પ્રકારના દાવ લાગે છે અને બજાર છેવટે કેવી રીતે નક્કી કરે છે કે કોની જીત થશે, એ જાણવા માટે divyabhaskar.comએ એક સટોડિયા સાથે વાતચીત કરી હતી. સટોડિયાએ જણાવ્યું કે કેવી રીતે નક્કી થાય છે નેતાઓના દર અને કેવી રીતે ઓપરેટ થાય છે સટ્ટા બજારઃ
દિલ્હી ચૂંટણીમાં સટ્ટા બજારમાં કોણ (રાજકિય પક્ષ) આગળ ચાલી રહ્યું છે?
સટોડિયોઃ પહેલા ભાજપ આગળ હતું પરંતુ કિરણ બેદીના આવ્યા બાદ જે સર્વે આવી રહ્યા છે તેમાં આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. પરંતુ બંને પાર્ટીઓ વચ્ચે ચાર-પાંચ બેઠકોનું૦ અંતર છે, વધુ અંતર નથી.
કઈ પાર્ટીને કેટલી બેઠકો મળી શકે છે?
સટોડિયોઃ આમ આદમી પાર્ટીને ૩૪થી ૩૬ બેઠકો મળી શકે છે. ભાજપને ૩૧થછ ૩૨ બેઠકો અને કોંગ્રેસને ૨-૪ કે પાંચ બેઠક મળે તો પણ બહુ છે.
બે દિવસ પહેલા સટ્ટા બજારમાં ભાજપ તરફનું વલણ વધારે હતું. તે અચાનક બદલાઈ કેવી રીતે ગયું?
સટોડિયોઃ કિરણ બેદીના આવ્યા પછી ફરક પડ્યો છે. હમણાં જ તેમની ખિલાફત વકીલોએ કરી, વકીલોથી મોટો ફરક પડ્યો છે.
જો કોઈ પાર્ટી જીતશે, તો કેમ જીતશે? બજારમાં તમે લોકો શેને આધાર માનો છો?
સટોડિયોઃ આધાર તો અનેક હોય છે, કેટલીક બેઠકો કન્ફર્મ હોય છે. જેમ કે આપ અને ભાજપની છે. બંને વચ્ચે જોરદાર ટક્કર છે. કંઈપણ થઈ શકે છે. સટ્ટા બજાર એક-એક બેઠક પર ચાલે છે, લોકો સાથે વાતચીત થતી હોય છે. હકીકતની માહિતી હોય છે આજ આધાર હોય છે.
સટ્ટા બજારમાં હાલમાં શું દર ચાલી રહ્યા છે?
સટોડિયોઃ દર તો બેઠક પ્રમાણે અલગ-અલગ હોય છે. પાર્ટી મુજબ દર નથી હોતા. પાર્ટી નહીં ઉમેદવારના હિસાબે દર નક્કી થાય છે.

જે લોકો સટ્ટા બજાર ચલાવે છે તેમના પસંદગીના ઉમેદવાર કોણ-કોણ છે?
સટોડિયાઃ જેમકે જનકપુરીના મુખી (જગદીશ)જી છે.
તમારા લોકો માટે કિરણ બેદી પસંદગીના ઉમેદવાર નથી?
સટોડિયાઃ ના, અમારા તો નથી. કન્ફર્મ બેઠક અમારી પસંદ નથી હોત અને કિરણ બેદી તો જીતેલા જ છે.
પસંદગીના ઉમેદવારોના દર શું નક્કી કરવામાં આવ્યા છે?
સટોડિયોઃ દરેક બેઠકના અલગ-અલગ દર હોય છે તેને અલગ-અલગ ટીમો નક્કી કરે છે. જેમકે હાલમાં સટ્ટા બજાર ૨-૨૦નો ચાલી રહ્યો છે, આમ આદમી પર લોકો વધુ લગાવી રહ્યા છે.

શું રાજકિય પાર્ટીના લોકો પણ તમને વલણ પૂછે છે?
સટોડિયોઃ ના. અમારો તેમની સાથે કોઈ સંબંધ નથી હોતો.
સટ્ટા બજારમાં કમાણી કેવી રીતે થાય છે?
સટોડિયોઃ માની લો કે મુખીની બેઠક છે. લોકો કોંગ્રેસના ઉમેદવાર પર પૈસા લગાવી રહ્યા છે. ત્યાં ભાજપના ઉમેદવારનો ભાવ ઓછો છે. જેમકે અમે વીસ રૂપિયા પર ત્રણ રૂપિયા આપી રહ્યા છીએ તો તે લોકોને વીસ રૂપિયા પર ત્રણ રૂપિયા મેળવશે. બીજી તરફ આપ અને કોંગ્રેસના ઉમેદવાર છે. તેમનો ભાવ વધુ છે. આજ રીતે ચાલે છે. જે ઉમેદવારનો જીતનો માહોલ હોય છે તેનો ભાવ ઘટાડી દઈએ છીએ.
કોઈ તમારા ભાવ પર ભરોસો કરે છે, માની લો કે કિરણ બેદીનો દર એક રૂપિયા પર ત્રીસ પૈસા છે. કેવી રીતે કોઈ ભરોસો કરશે?
સટોડિયોઃ
અમે પોતાના જ લોકોને તેમાં સામેલ કરીએ છીએ. તેમના દ્વારા જ લોકો પૈસા લગાવે છે.